Book Condition: Used — Like New
The Intelligent Investor (Gujarati Edition) by Benjamin Graham
10 લાખથી વધુ હાર્ડકવર કૉપીનું વેચાણ ગ્રેહામના ચિરકાલીન જ્ઞાનને, બજારની આજની પરિસ્થિતિને અનુરૂપ અપડેટ કરીને ટિપ્પણી સાથે ખૂબ સરસ રીતે રજૂ કરવામાં આવ્યું છે. વીસમી સદીના સૌથી મહાન ઇન્વેસ્ટમેન્ટ ઍડવાઇઝર બેન્જામીન ગ્રેહામે સમગ્ર વિશ્વના લોકોને ઘણું શીખવ્યું છે અને પ્રેરણા આપી છે. ગ્રેહામની ‘વૅલ્યૂ ઇન્વેસ્ટિંગ’ ફિલૉસૉફી લોકોને મોટી ભૂલથી બચાવે છે અને લાંબા ગાળાની સ્ટ્રેટેજી વિકસાવવાનું શીખવે છે. આ ફિલૉસૉફીએ ‘ધ ઇન્ટેલિજન્ટ ઇન્વેસ્ટર’ પુસ્તક 1949માં સૌપ્રથમ પ્રકાશિત થયું ત્યારથી જ તેને સ્ટૉક માર્કેટનું બાઇબલ બનાવી દીધું છે. અનેક વર્ષોથી બજારમાં જે ઘટનાક્રમ બની રહ્યા છે તે ગ્રેહામની વિદ્વતા અને અનુભવને સાચા પુરવાર કરી રહ્યા છે. ગ્રેહામની ઑરિજિનલ ટેક્સ્ટના હાર્દને યથાવત્ જાળવી રાખવા સાથે આ આવૃત્તિ રજૂ કરવામાં આવી રહી છે, જેમાં જાણીતા ફાઇનાન્શિયલ જર્નલિસ્ટ જેસન ઝ્વીગની અપડેટેડ ટિપ્પણી રજૂ કરવામાં આવી છે, જે બજારમાં આજની વાસ્તવિકતા દર્શાવે છે. જેસનની ટિપ્પણી, ગ્રેહામનાં ઉદાહરણો અને આજની ફાઇનાન્શિયલ હેડલાઇન્સ વચ્ચે સમાનતા દર્શાવે છે, અને ગ્રેહામના સિદ્ધાંતોનો રોકાણમાં કઈ રીતે ઉપયોગ કરવો તેની વાચકને વધુ ગહન સમજ આપે છે. બીજી એક અગત્યની વાત, ‘ધ ઇન્ટેલિજન્ટ ઇન્વેસ્ટર’ની આ ‘કોલિન્સ બિઝનેસ એસેન્શિયલ્સ આવૃત્તિ’ તમારા નાણાકીય લક્ષ્યાંક (ફાઇનાન્શિયલ ગોલ્સ) કઈ રીતે પૂરા કરવા તે અંગેનું સૌથી અગત્યનું પુસ્તક છે, જે તમારે વાંચવું જ રહ્યું. ગ્રેહામના સિદ્ધાંતો રોકાણ અંગેના અત્યંત સફળ અને લોકપ્રિય અભિગમના મૂળભૂત સિદ્ધાંતોને સંપૂર્ણપણે અભિવ્યક્ત કરે છે. – મની મૅગેઝિન